અમદાવાદ : સરખેજ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ, જુઓ પછી શું થયું

Update: 2021-01-19 12:06 GMT

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગેરકાયદે દારૂની ભઠ્ઠીઓ ચલાવતી 9 મહિલા બુટલેગરો સહિત 10ની પોલીસે ધરપકડ કરી છે. સરખેજ વિસ્તારમાં આવેલા વણજર ગામના ભરવાડ વાસ, અને ચુનારા વાસમાં મહિલા બુટલેગરો દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી દારૂનું વેચાણ કરતી હોવાની ફરિયાદો ઉઠતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

મહિલાઓ પણ હવે સાચા અર્થમાં પુરૂષ સમોવડી બની રહી છે. મહિલા બુટલેગર ઘણા વર્ષોથી દારૂનો વેચાણ કરે છે. જે અગાઉ પણ અનેક વખત પકડાઈ ચૂકી છે. તેમ છતા પોલીસ અને કાયદાના ડર વગર બિન્દાસ દારૂનુ વેચાણ કરે છે. બુટલેગર મહિલાઓમાં ભીખીબેન, અનિતાબેન, સુનિતા, લહેરાબેન, જયાબેન, પન્નાબેન, ગંગાબેન અને મધુબેનની ધરપકડ કરવામાં આવી છે.

આ મહિલાઓના ત્રાસની મળતી ફરિયાદના પગલે પોલીસે સર્ચ ઓપરેશન કરીને તમામને ઝડપી લીધા હતા. સરખેજ પોલીસે મહિલા બુટલેગરની ધરપકડ કરીને લાખોના દારૂનો નાશ કર્યો છે. હાલમાં પોલીસે હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરોની પાસા કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

Tags:    

Similar News