અમદાવાદ : જાણો, દેશનું પ્રથમ સી પ્લેન દિવસ દરમ્યાન કેટલી ભરશે ઉડાન, એકસાથે કેટલા મુસાફરો કરી શકશે યાત્રા..!

Update: 2020-09-25 11:42 GMT

અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. હાલમાં રિવરફ્રન્ટ પર આંબેકડ બ્રિજ નજીક સી પ્લેનનું એરપોર્ટ ટર્મિનલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, ત્યારે આગામી તા. 31મી ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી કેવડિયા સુધી સી પ્લેનમાં સફર કરી આ યાત્રાના ઉદ્ધાટન સાથે સેવાનો પ્રારંભ કરાવશે.

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં સી પ્લેનનો પ્રોજેકટ પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદથી કેવડિયા કોલોની સહીત 4 સ્થળોએ વોટર એરોડ્રમ ઉભા કરવામાં આવી રહ્યા છે. જોકે સી પ્લેન ભારતમાં પહેલી વખત શરુ થવા જેઇ રહ્યું છે, ત્યારે દરરોજ 4 જેટલા પ્લેનની આવનજાવન રહેશે. જોકે એક સી પ્લેનમાં 14 જેટલા મુસાફરો સફર કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા સી પ્લેન માટે અમદાવાદ અને નર્મદા જીલ્લામાં જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદ ખાતે હાલ સી પ્લેનના ટર્મિનલની કામગીરી મધ્ય ચરણમાં પહોચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 31મી ઓક્ટોમ્બરના રોજ સી પ્લેન સેવાનું ઉદ્ધાટન કરી યાત્રાને ખુલ્લી મુકવામાં આવશે.

Similar News