અમદાવાદ : કેજરીવાલથી પ્રભાવિત યુવાને પિતા સાથે ફાડયો છેડો, જુઓ શું છે સમગ્ર ઘટના

Update: 2021-02-18 09:18 GMT

સુરતમાં ભાજપના મહિલા ઉમેદવારના પતિ કોંગ્રેસમાં જોડાયાની ઘટના બાદ રાજકારણના અલગ અલગ રંગ બતાવતી અન્ય ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં પિતા કોંગ્રેસમાંથી જયારે પુત્ર આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી રહયો છે.

અમદાવાદના વાસણા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર વિનુભાઈ ગોહેલ વિનુભાઈ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલાં સક્રિય કાર્યકર છે અને અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાર્ટીએ તેમના કામોની કદર કરી તેમને ટિકિટ આપી ટિકિટ આપતા પરિવારમાં ખુશી અને ઉત્સાહ હતો પણ ઉત્સાહ બહુ લાંબો સમય ના ટક્યો કારણકે વિનુભાઈનો પુત્ર નિમેષ આજ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહયો છે. વિનુભાઈ પોતાના કાર્યકરો સાથે તેઓ ઘરે ઘરે સંપર્કઃ કરી રહયા છે.

વિનુભાઈ કહે છે અમારી પેઢીમાં કોંગ્રેસની વિચારધારા છે પણ મારા પુત્રે કોંગ્રેસની પાર્ટી જોઈ નથી તેનો જન્મ થયો ન હતો ત્યારથી હું કોંગ્રેસમાં છું પણ તેની વિચારધારા કેમ બદલાઈ તે મને ખ્યાલ નથી. તે પરિપક્વ છે મેં તેને મને સમર્થન આપવા માટે સમજાવ્યો હતો પણ તે તૈયાર નથી. હું હારું કે તે જીતશે તે સામાન્ય છે પણ વિચારધારાની હાર થશે આમ વિનુભાઈ પોતાના પુત્ર સામે પણ મક્કમ થઇ ચૂંટણી લડી રહયા છે.

બીજી બાજુ પુત્ર નિમેષ કહે છે કે હું અરવિંદ કેજરીવાલના કાર્યોથી પ્રભાવિત થયો છું હું મારો પ્રચાર ખુદ કરી રહ્યો છું નિમેષ કહે છે કે મેં જ્યારે આપ પાર્ટી જોઈન કરી ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે કે તું મને સમર્થન કર પણ મે ના પાડી હતી. વધુમાં મારો પરિવાર મારા પિતાને સમર્થન કરે છે હું એકલો છું પણ હું હિમંત નહિ હારું. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે પ્રકારે વિકાસના કામો કર્યા છે તેવા કામો નિમેષ અમદાવાદમાં કરવા માંગે છે. નિમેષ ને દુઃખ છે કે આ રાજનીતિના કારણે હું મારા પિતાથી દૂર થયો પણ મારી શુભકામનાઓ તેમની સાથે છે.

Tags:    

Similar News