અમદાવાદ : વિધાનસભાનું સત્ર લંબાવવામાં નહિ આવે, કોંગ્રેસની માંગ ફગાવાય

Update: 2020-09-18 13:10 GMT

ગુજરાત વિધાનસભાનું સત્ર 21 તારીખથી શરુ થવા જય રહ્યું છે આ સત્ર 5 દિવસ ચાલશે પરંતુ કોંગ્રેસ દ્વારા વિધાનસભાનું સત્ર 15 દિવસ બોલવવામાટે માંગ કરવામાં આવી હતી પણ રાજ્ય સરકારે તેનો અસ્વીકાર કર્યો છે આજે વિધાનસભામાં કામકાજ સલાહાકાર સમિતિની બેઠકમા પણ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

આજે વિધાસભામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી કહ્યું કે આ સત્ર માત્ર 5 દિવસનું છે અમે માંગ કરી કે સત્ર 15 દિવસનું કરવામાં આવે 5 દિવસના સત્ર માં રાજ્યના અનેક પ્રશ્નો છે તેની ચર્ચા શક્ય નથી કોરોનાની મહામારી ચાલી રહી છે આર્થિક મંદી મોંઘવારી રાજયના શિક્ષણ પર ચર્ચા આરોગ્ય સેવા સંબંધિત ચર્ચા જરૂરી છે તેથી અમે 15 દિવસનું સત્ર બોલવાની માંગ કરી હતી પણ સરકારે તેનો અસ્વીકાર કર્યો છે.

કોંગ્રેસ આ સત્રમાં ખેડૂતો માટે આરોગ્ય વિષયક સુવિધાઓ, કારીગર વર્ગ મધ્યમ, વર્ગ આદિવાસી વર્ગ સહીત સમાજના પ્રશ્નો ઉઠાવશે તો રાજ્યમાં વધતી આત્મહત્યાઓ બાળકોને સંપૂર્ણ ફી માફી આપવા, બેરોજગારીના મુદ્દે, ઘરવેરા અને પાણીવેરા મુદ્દે આક્રમકતાથી અવાજ ઉઠાવશે..

Tags:    

Similar News