અમદાવાદ : બાંગ્લાદેશી યુવતી પડી "અમદાવાદી"ના પ્રેમમાં, પણ અંતે જવું પડ્યું જેલ.

બાંગ્લાદેશથી ટુરિસ્ટ વિઝા પર આવેલી મહિલા અમદાવાદના એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સબંધમાં બંધાયને

Update: 2021-11-13 06:47 GMT

બાંગ્લાદેશથી ટુરિસ્ટ વિઝા પર આવેલી મહિલા અમદાવાદના એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સબંધમાં બંધાયને લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી, ત્યારે ગ્રામ્ય SOG પોલીસે 2 નકલી પાસપોર્ટ, 2 નકલી આધાર કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા વિદેશમાંથી આવીને ભારતમાં રહેતા લોકોની તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ચાંગોદર વિસ્તારમાં આવેલ સત્યેશ રેસિડેન્સીમાં રહેતી મહિલા સોનુ જોશી કે, જે મૂળ સોનુ જોશી નથી, અને તેનું મૂળ નામ સિરીના હુસૈન છે. આ મહિલા મૂળ બાંગ્લાદેશની છે, અને ભારતમાં આવીને ખોટી રીતે રહે છે. જેથી પોલીસે તેના ઘરમાં તપાસ કરતા તે ટુરિસ્ટ વિઝા પર આવી હતી, અને ત્યારબાદ પરત ગઈ ન હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશ અને ભારતના નકલી પાસપોર્ટ પણ મળી આવ્યા છે. વર્ષ 2020માં તેણે ભારતનો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, યુવતી પાસેથી મળી આવેલ તમામ દસ્તાવેજો હૈદરાબાદના છે. ઉપરાંત તપાસમાં સામે આવ્યું છે કે, યુવતી ચાંગોદર વિસ્તારમાં જેના ઘરે લિવ ઇનમાં રહેતી હતી. તે યુવક સાથે ફેસબુકના માધ્યમથી તે પ્રેમ સબંધમાં બંધાય હતી. ત્યારબાદ બન્નેને 2 વર્ષની બાળકી પણ છે. યુવક સાથે રહેવા માટે ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવી નામ અને ઓળખ બદલી તે ચાંગોદરમાં રહેવા લાગી હતી, ત્યારે હાલ તો પોલીસ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Full View

Tags:    

Similar News