અમદાવાદ: ભુયંગદેવ વિસ્તારમાં આવેલ શુભમ કોમ્પ્લેક્સની એક દુકાનમાં આગ લાગતાં અફરાતફરી

અચાનક લાગેલી આગને કાબુમાં લેવા આસપાસના સ્થાનિકોએ પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો.

Update: 2021-11-06 08:22 GMT

અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષમાં અચાનક આગ ફાટી નીકળી જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયર અને પોલીસની ટિમો ઘટના સ્થળે પોહચી હતી અને આગને કાબુમાં લીધી હતી.

Full View

અમદાવાદ શહેરના ભુયંગદેવ વિસ્તારમાં આવેલ શુભમ કોમ્પ્લેક્સની એક કરિયાણાની દુકાનમાં આજે સવારે આગ લાગી હતી. અચાનક લાગેલી આગને કાબુમાં લેવા આસપાસના સ્થાનિકોએ પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો. આગનો કોલ મળતા ફાયરની 4થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગે લગભગ 1 કલાકની મહેનત બાદ આ આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે, આગને કાબુમાં તો કરવામાં આવી પણ દુકાનદારને લાખોની નુકશાનીનો અંદાજો છે. મહત્વનુ છે કે, આગ કેવી રીતે લાગી તે હજી સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ પોલીસ અને ફાયરના અધિકારીઓના જણાવ્યા મુજબ શોટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થવાના પણ સમાચાર મળ્યાં નથી. આગની ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસે આસપાસની નજીકની દુકાન અને કોમ્પ્લેક્ષ પણ સમયસર ખાલી કરાવી દેતા આગ વધુ પ્રસરતા અટકી હતી.

Tags:    

Similar News