અમદાવાદ : રાજ્યમાં સૌ પ્રથમવાર ધંધુકા APMC દ્વારા યોજાય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર

રાજ્યમાં સૌ પ્રથમવાર અમદાવાદ જિલ્લાના ધંધુકા APMC દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ અર્થે ભવ્ય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-03-27 08:05 GMT

રાજ્યમાં સૌ પ્રથમવાર અમદાવાદ જિલ્લાના ધંધુકા APMC દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ અર્થે ભવ્ય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું સન્માન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડના પરિસરમાં રાજ્યમાં સૌ પ્રથમ વખત ધંધુકા માર્કેટિંગ યાર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન અને માહિતી અંગે ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેમાં ધંધુકા APMCના ચેરમેન સહદેવસિંહ ગોહિલ દ્વારા ભવ્ય ખેડૂત શિબિરનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા તેમજ સંતો-મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ પ્રાકૃતિક ખેતી કરવાના સૂચન અનુસાર, પ્રાકૃતિક ખેતીના નિષ્ણાત સુભાષ પાલેકરજીના સંયોજક પ્રફુલ્લ સેંજલીયા દ્વારા વિશેષ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધંધુકા APMC વિસ્તારના ધોલેરા, રાણપુર બરવાળા મળી કુલ 4 તાલુકાના ખેડૂતો તેમજ સહકારી અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 6 હજારથી પણ વધુ ખેડૂતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રાકૃતિક ખેતી આધારિત ખેડૂત શિબિર યોજાઈ હતી. ધંધુકા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહદેવસિંહ ગોહિલ તેમજ વાઈસ ચેરમેન સહિત યાર્ડના સભ્યો દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તેમજ સરપંચ અને આગેવાનો તેમજ ધંધુકા ધોલેરા બરવાળા રાણપુર પંથકમાં પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News