અમદાવાદ : મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકાર જેવી સ્થિતિ,લોકોના ઘરોમાં પાણી ઘુસ્યાં

અમદાવાદમાં સાંજના સમય બાદ શહેરમાં આવેલ અનરાધાર વરસાદ શહેરના જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

Update: 2022-07-11 06:21 GMT

અમદાવાદમાં સાંજના સમય બાદ શહેરમાં આવેલ અનરાધાર વરસાદ શહેરના જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અમદાવાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે.શહેરના રસ્તાઓ ઉપર જાણે નદી વહી રહી હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સતત વરસાદ વરસ્યો હતો . જેના પગલે હાટકેશ્વર સર્કલ 3 દિવસમાં ફરી બેટમાં ફેરવાયું છે. ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમાં પાણી ભરાયા હતા. તો સર્વોદયનગરના મકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે. ખોખરા સર્કલથી હાટકેશ્વર અને CTMના માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. તો બીજીબાજુ 132 ફુટ રિંગરોડ, અમરાઈવાડીની ગોરના કુવા રોડ ડૂબ્યા છે. અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વાસણા ટેલિફોન એક્સચેન્જ નજીક ઘુંટણસમા પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા છે. દાણીલીમડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ બની છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડ્યા છે. વાહનોને ધક્કા લગાવતા વાહનચાલકો પડ્યા નજરે છે.

અમદાવાદ શહેરના દાણીલીમડા પંચવટી વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુધી વરસાદનું પાણી છે. માણેકબાગ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નહેરુ નગરથી માણેકબાગ સુધી પાણી ભરાઇ જતા BRTS રૂટ પણ બંધ કરી દેવો પડ્યો છે. જેના કારણે અનેક અમદાવાદ ફસાઈ ગયા હતા શહેરમાં રવિવારે ફરવા નીકળેલા લોકો પણ 6 થી 7 કલાક અટવાયા હતા .

Tags:    

Similar News