અમદાવાદ : ઓઢવ વિસ્તારમાં થયેલ રૂ. 54 લાખની લૂંટના માસ્ટરમાઇન્ડ સહિત 3 સાગરીતોની ધરપકડ...

અગાઉ ઓઢવ વિસ્તારમાં લાખો રૂ.ની લૂંટની ઘટના બની, આંગડિયા પેઢીમાં પ્રથમ પ્રયાસમાં લૂંટેરાઓ નિષ્ફળ ગયા

Update: 2022-06-26 13:09 GMT

અમદાવાદ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કેસરસિંહ ભાયલ, તેજસિંગ ભાયલ, ઈશ્વરસિંહ ચૌહાણ અને પ્રવિણસિંહ પરમાર છે. આ આરોપીઓએ અમદાવાદ શહેરના ઓઢવમાં પીએમ આંગડીયા પેઢીમાં પિસ્ટલની અણીએ દિલધડક લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આરોપીઓને ઝડપી લીધા હતા. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચના 3 ઓફીસર અને 6 લૂંટારાઓ વચ્ચે ઘર્ષણ થયુ હતું. પરંતુ પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે 2 આરોપી ફરાર થઈ ગયા છે. આરોપીઓ પાસેથી રૂ. 19 લાખની રોકડ, મોબાઈલ, બંદૂક અને જીવતા કારતુસ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રૂ. 54 લાખની લૂંટનો માસ્ટર માઈન્ડ મૂળ રાજસ્થાનના કેશરસિંહ ભાયલ છે. કેશરસિંહ અગાઉ 2017માં ઓઢવમાં રહેતો હતો,

તેના સાગરીતો સાથે આંગડિયા પેઢીમાં લૂંટને અંજામ આપવનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભીડને કારણે કરી શક્યો ન હતો, ત્યારબાદ બીજા દિવસે વધુ એક બાઈકની ચોરી કરીને આ ટોળકી આગંડીયા પેઢીમા પહોચી હતી, અને બંદૂકની અણીએ લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. પરંતુ ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફુટેજના આધારે આરોપીને ઝડપી લીધા હતા. આ લૂંટ કેસમાં ફરાર આરોપીઓની ધરપકડને લઈને પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News