અમદાવાદ : રૂ. 3 હજારની લેતીદેતીમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા, 3 હત્યારા મિત્રોની ધરપકડ.

અમદાવાદ નજીક આવેલ સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી

Update: 2022-01-02 08:22 GMT

અમદાવાદ નજીક આવેલ સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી, ત્યારે રૂપિયાની લેતીદેતી બાબતે મિત્રોએ મિત્રની જ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે 3 હત્યારા મિત્રોની ધરપકડ કરી છે.

સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકની પત્નીએ કરેલ ફરિયાદના આધારે સાણંદ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર 3 મિત્રોને દબોચી લીધા. પોલીસે હત્યારાઓની વધુ પૂછપરછ કરતાં હત્યા કરવાનું કારણ મૃતક યુવક તેના મિત્ર પાસેથી 3 હજાર રૂપિયા પરત માંગતો હતો. જેમાં 3 મિત્રોએ સાથે મળી મિત્રની જ હત્યા નીપજાવતાં પોલીસે હત્યારા 3 મિત્રોને ગણતરીના કલાકોમાં જ સાણંદના ચાંગોદર કેસર સિટી ખાતેથી ઝડપી પાડ્યા હતા.

Tags:    

Similar News