અમદાવાદ : રાજસ્થાનના વેપારી પાસેથી રૂ. 53 લાખથી વધુના સોનાના બિસ્કિટની લૂંટ, મામા-ભાણિયાની ધરપકડ

અમદાવાદમાં દિવાળી સમય અને ત્યારબાદ પણ કેટલાક લોકો ગુન્હાઓને અંજામ આપવા માટે બિન્દાસ ફરતા હોય છે.

Update: 2021-11-17 07:15 GMT

અમદાવાદમાં દિવાળી સમય અને ત્યારબાદ પણ કેટલાક લોકો ગુન્હાઓને અંજામ આપવા માટે બિન્દાસ ફરતા હોય છે. આવી જ એક ગેંગનો શિકાર રાજસ્થાનના વેપારી બનતા રૂપિયા 53 લાખથી વધુના સોનાના બિસ્કિટ લૂંટાઈ ગયા હતા. જોકે, રાણીપ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીના કારણે તમામ મુદ્દામાલ પરત મળી આવતા વેપારીએ રાહતનો શ્વાસ લીધો છે.

ગત તા. 11 નવેમ્બરના રોજ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ SBI બેન્ક બહાર પવન શર્મા નામના યુવકના હાથમાંથી 2 લોકો બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. જેમાં સોના-ચાંદીના બિસ્કિટ અને ચોરસા હતા. જોકે, વેપારી દ્વારા પહેલા તો રૂ. 27 લાખની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં ખબર પડી કે, આ મુદ્દામાલ રૂ. 53 લાખની કિંમતનો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ અને રાણીપ પોલીસે સંયુક્ત કામગીરી કરી અજય પંચાલ નામના એક આરોપી ધરપકડ કરી હતી. જોકે, અન્ય 2 ફરાર આરોપીમાં અજય પંચાલના સગા મામા પ્રકાશ સલાટ અને તેનો સાગરીત કરણ સલાટને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આરોપી અજય અને પ્રકાશ બન્ને દિવાળી બાદ આવી રીતે પોતાનું બાઈક લઈને રેકી કરવા નીકળે છે. જ્યારે પવન શર્મા બાડમેર જવા બસની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે આ લોકોએ લૂંટ ચલાવી હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત આ આરોપીઓ સામે અગાઉ પણ ગુન્હાઓ નોંધાયા છે, ત્યારે હાલ તો આ ઇસમોએ અન્ય કેટલા ગુન્હાઓને અંજામ આપી ચૂક્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Tags:    

Similar News