અમદાવાદ: વ્યાજખોરોનો આતંક,ભાજપના નેતાનો પુત્ર અને સાથીદાર ઝડપાયા

નિકોલમાં રહેતા વેપારી એ અંકિત દવે અને ગિરિજા સિંહ પાસેથી રૂ.6.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા લીધા હતાં.

Update: 2022-07-23 05:50 GMT

અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે નિકોલ વિસ્તારમાં રહેતા અને કઠવાડા જીઆઈડીસીમાં તેમજ એલ્યુમિનિયમની ડાઈ બનાવવાનું કારખાનું ધરાવતા વેપારી ભાજપના ઓઢવ વોર્ડના કોર્પોરેટર અને રિક્રિએશનલ કમિટી ચેરમેન રાજેશ દવેના પુત્ર અંકિત દવે અને તેના ભાગીદાર ગિરિરાજ સિંહ ઝાલા પાસેથી 10 ટકા વ્યાજ ફરિયાદ નોંધાવી છે

નિકોલમાં રહેતા વેપારી એ અંકિત દવે અને ગિરિજા સિંહ પાસેથી રૂ.6.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા લીધા હતાં. વેપારીએ વ્યાજ સાથે રૂપિયા પરત કરી દીધા હતા છતાં પણ અંકિત દવેના હોવાથી તેના ભાગીદાર ગિરિરાજ સિંહ ઝાલા અવારનવાર વેપારીના ઘરે જઈ અને પૈસાની માંગણી કરતા હતો અને ધમકી આપતો હતો. ગીરીરાજસિંહ ધમકી આપી હતી કે અંકિતભાઈ ને ઓળખતા નથી. મારી પહોંચે ત્યાં સુધી છે ભાજપના તમામ રાજકારણીઓ અમારા ઓળખીતા છે.આ રીતે વારંવાર ધમકી આપતા વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી છે વ્યાજે લીધેલા પૈસા ની સામે વેપારીએ 3 કોરા ચેક આપ્યા હતા અને 18 મહિના સુધી વ્યાજ ચુકવી 15/07/2020 નાં રોજ 4.50 લાખ અને 15 દિવસ બાદ 2 લાખ એક વ્યાજે લીધેલી રકમ ચૂકવી દીધી હતી. ફરિયાદ વેપારીએ ટુકડે ટુકડે 15 46 લાખ ચૂકવી દીધા હતા. જે બાદ બે વર્ષ સુધી એટલે કે 30 જૂન 2022 સુધી કોઈપણ પ્રકારની પૈસાની લેવડ દેવડ કરી નહોતી

Tags:    

Similar News