અમદાવાદ: મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ ચોર ! માત્ર પુરુષોના જ મોબાઇલની ચોરી કરતો ઈસમ ઝડપાયો

અમદાવાદ શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હતી જેને લઈને પોલીસ સતત મોબાઈલ ચોર પર નજર રાખી બેઠી હતી

Update: 2022-04-14 06:33 GMT

અમદાવાદ શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હતી જેને લઈને પોલીસ સતત મોબાઈલ ચોર પર નજર રાખી બેઠી હતી તેવામાં ઝોન 7 એલસીબીની ટીમે આવા મોબાઈલ ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 11 મોબાઈલ ફોન, વાહન રિકવર કરી પાંચ ગુનાના ભેદ ઉકેલ્યા હતા. પણ આરોપીની પૂછપરછ માં બેઇમાની કામમાં પણ આરોપી ઈમાનદારી રાખજો હોવાની કબૂલાત આરોપીએ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ઝોન 7 એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, આનંદનગર પીએન્ડટી કોલોની પાસે ફતેહવાડી સોહિલ ખાન પઠાણ હાજર છે. જે આરોપી રાહદારીઓના મોબાઈલ ફોન લૂંટવાના ગુના આચરી ચૂક્યો છે. જેથી એલસીબીની ટીમ ત્યાં પહોંચી અને આરોપી મળી આવતા સોહિલ ખાન પઠાણ અને એક સગીર મળી આવ્યા હતા. બંનેની પૂછપરછ કરી તપાસ કરતા પોશ વિસ્તારમાં અનેક લોકોના મોબાઈલ ચોરી કર્યા હોવાના ગુનાની કબૂલાત આરોપીએ કરી હતી. આરોપીની તપાસ દરમિયાન પોલીસે 11 મોબાઈલ ફોન, વાહન કબજે કરી પાંચ ગુનાના ભેદ ઉકેલ્યા હતા.

આરોપીની પૂછપરછ દરમિયાન સરખેજ બે, આનંદ નગર નો એક, સોલાનો એક અને ઘાટલોડિયા એક ગુનો આરોપીએ કબૂલ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે, સાંજે સાતથી દસ વાગ્યાનો સમય જ નક્કી કરી રાહદારીઓના મોબાઈલ લૂંટી લેતા હતા. રાત્રે અંધારું હોય અને ભાગવામાં સરળતા હોય એટલે એ જ સમયે આરોપીઓ લોકોના ફોન ચોરી કરતા હતા. આટલું જ નહીં, બેઇમાની કામ એટલે કે, મોબાઈલ ચોરી કરવાના ગુનામાં પણ આરોપી ઈમાનદારી રાખતો હતો. મહિલાઓ પ્રત્યે સંવેદનશીલતા રાખી મહિલાઓના ફોન ચોરી કરતો નહોતો પણ માત્ર પુરુષોના જ ફોન ચોરી કરી ભાગી જતો હતો

Tags:    

Similar News