અમદાવાદ : પત્ની અને પુત્ર સાથે મળી વિપુલ ચૌધરીએ રૂ. 800 કરોડનું કૌભાંડ આચર્યું : ACB

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે

Update: 2022-09-15 12:31 GMT

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપની બનાવી રૂ. 800 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ લાગ્યો છે.

સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની તપાસ ચાલી રહી હતી, ત્યારે બોગસ કંપની બનાવી નાણાકીય ગેરરીતિ આચરવ મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. આ મામલે ACBના ઝોનલ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ મામલે એસીબીના દાવા મુજબ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ જણાવ્યા અનુસાર, 800 કરોડ રૂપિયાનું કૌભાંડ આચારયું છે. વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતા ચૌધરી સામે ગુનો નોંધાયો છે. CA શૈલેષ પરીખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. વિપુલ ચૌધરીના પત્ની અને પુત્ર પણ ડમી કંપનીના ડિરેક્ટર હતા, ત્યારે ઓડિટ દરમિયાન હિસાબ આપી શક્યા ન હતા. જે બાદ વિપુલ ચૌધરીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તે બાદ ઓડિટ A અને B ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ બંને ટીમની તપાસમાં આર્થિક ગેરરીતિ સામે આવી હતી. એપ્રિલ 2022માં હોમ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ સબમિટ થયો હતો. જે બાદ કાર્યવાહીના ભાગરૂપે મની લોન્ડરિંગ કેસમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પોલીસે પણ કહ્યું છે કે, આ મામલામાં બોર્ડ ઓફ ડિરેક્ટરની સંડોવણી હશે, તો તેમની પણ ધરપકડ કરાશે.

Tags:    

Similar News