અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, હિન્દુ મુસ્લિમ એકતા કપનું આયોજન

ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાની વાતાવરણ વચ્ચે નીકળે તે માટે શહેર પોલીસે નવતર પ્રયાસ કર્યો છે.

Update: 2022-06-14 07:28 GMT

ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાની વાતાવરણ વચ્ચે નીકળે તે માટે શહેર પોલીસે નવતર પ્રયાસ કર્યો છે. જેમાં રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ સંવેદનશીલ વિસ્તાર ના રહીશોની મળીને 32 ટીમો વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે.

સેક્ટર-1 પોલીસ સ્ટેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે 1 જુલાઈ 2022 ના રોજ 145 મી વખત રથયાત્રા શહેરની પરિક્રમા એ નીકળશે. જો કે આ મોબાઈલ - લેપટોપ અને ટેકનોલોજીના યુગમાં એક જ ગલી - મહોલ્લા કે શેરીમાં રહેતા લોકો એકબીજાને ઓળખતા નથી. જેથી વિસ્તારના લોકો એકબીજાને ઓળખતા થાય તેમજ કોમી એકતાનું વાતાવરણ જઈવાઈ રહે તે હેતુથી શહેર પોલીસે ચાલુ વર્ષે બંને કોમના લોકો વચ્ચે ક્રિકેટ ટુનામેન્ટ યોજવાનું નક્કી કર્યુ હતુ.15 જૂનથી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે. જેમાં બંને કોમના લોકોને કુલ 32 ટીમ ભાગ લેશે. સરસપુર ખાતે બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોજ સાંજે 4 વાગ્યાથી 12 ઓવરની ક્રિકેટ મેચ રમાશે. જે 19 જૂન સુધી ચાલશે. સૌથી મહત્વની વાત તો એ છે કે, કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી બંને કોમના લોકો વચ્ચે ક્રિકેટ મેચ રમાડવામાં શહેર પોલીસના આ નવતર પ્રયાસ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.એકતા કપની પહેલી મેચ15 જૂન સાંજે 4 વાગ્યે રમાશે. આ સમયે બંને સમાજના આગેવાનો - જગન્નાથ મંદિરના મહારાજ દિલિપદાસજી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શહેરના પણ કેટલાક અગ્રણી વ્યક્તિ હાજર રહેશે.

Tags:    

Similar News