અમરેલી : બાઢડા નજીક 2 કાર અને 1 બાઇક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 2 લોકોનું ઘટના સ્થળે મોત

Update: 2020-02-03 12:03 GMT

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક 2 કાર અને

1 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર ત્રણ વાહનોના ત્રીપલ અકસ્માતમાં 2

લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બન્ને કાર ચાલકો કાર મૂકીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

અકસ્માતના બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી

આવ્યો હતો. જેમાં બાઇક સવાર એક પુરુષ અને એક મહિલાનું

ઘટના સ્થળે મોત નીપજતાં અજાણ્યા કાર ચાલકો વિરુદ્ધ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News