અંકલેશ્વર : લોકડાઉનના સમયથી શનિવારી હાટ બજાર છે બંધ, જુઓ આજે વેપારીઓએ શું કર્યું..!

Update: 2020-10-28 15:26 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં લોકડાઉન સમયે બંધ કરાવાયેલ શનિવારી હાટ બજારને પુનઃ શરૂ કરવાની માંગ સાથે વેપારીઓએ અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.

કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયથી બંધ કરાવાયેલ અંકલેશ્વર શહેરનું હાટ બજાર પુનઃ શરૂ કરવાની વેપારીઓમાં માંગ ઉઠી છે, ત્યારે મામલતદાર કચેરી ખાતે કોસમડીના ગોપાલનગર વિસ્તારમાં હાટ બજારના વેપારીઓએ મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જોકે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, છેલ્લા 8 મહિનાથી વૈશ્વિક મહામારીના પગલે હાટ બજાર બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે હાલ વેપારીઓની આર્થિક સ્થિતિ નબળી બની છે. વેપારીઓને ઘર ચલાવવાનું ઘણું મુશ્કેલ બન્યું છે. અનલોક-5માં નાનામોટા તમામ વેપાર-ધંધા શરૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી શનિવારી હાટ બજારને પુનઃ શરૂ કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે.

Tags:    

Similar News