અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપર થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ

Update: 2019-01-18 12:51 GMT

ભરૂચ જીલ્લા પોલીસ વડાની સુચનાથી ભરૂચ LCB સ્ટાફ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે બાતમી વાળી ટ્રકને અટકાવી તપાસતા તેમાંથી કુલ ૧૭,૬૫,૮૦૦ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે કુલ ૨૮,૨૪,૬૧૦.-રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવા સાથે બે આરોપીને ઝડપી તેમના વિરૂધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર ભરૂચ LCB ઇન્ચાર્જ PI પી.એન.પટેલ તથા સ્ટાફ દારૂ હેરફેરઅટકાવવા સારૂ ને.હા.નં-૪૮ ઉપર પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન એલ.સી.બીનો સ્ટાફ અંક્લેશ્વર નર્મદા કેબલ બ્રીજના ટોલટેક્ષ પ્લાઝા ઉપર વોચમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મુજબની ટ્રક નંબર-RJ-19-GA-2050 સુરત તરફથી આવી ભરૂચ તરફ જતા ટોલનાકાના ટ્રેકમાં આવી હતી.

પોલીસ સ્ટાફે તેને રોકી લઇ પુછતાછ કરતા ટ્રક ડ્રાઇવર ધનારામ તથા કલીનર ગંગાવિષ્ણુ રાજસ્થાનના હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેમને પકડી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં જુદી-જુદી બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ-૫૨૨ અને તેમાં ભરેલ કુલ બોટલ નંગ-૮૪૬૦ જેની કુલ કીં.રૂ.૧૭,૬૫,૮૦૦/-થાય તે મળી આવતા LCBએ ઇંગ્લીશદારૂ ની બોટલો તથા ટ્રક તેમજ આરોપીઓની અંગઝડતી માંથી બે મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી. રૂપિયા ૨૮,૨૪,૬૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંક્લેશ્વર શહેર પો.સ્ટે માં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતાં તેઓ ગોવા ખાતે થી ટ્રકમાં દારૂનો જથ્થો ભરી રાજકોટ ખાતે મુદ્દામાલ લઇને જતા હોવાની હકીકત બહાર આવી હતી. જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News