અંકલેશ્વર : કોરોનાના કાળરૂપી સમય વચ્ચે લોકોના સારા આરોગ્ય અંગે GIDC વિસ્તારમાં યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ

Update: 2020-08-02 12:02 GMT

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ અંકલેશ્વર નોટિફાઇડ એરિયાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી વિસ્તારમાં રહેતા સ્થાનિકોના આરોગ્યની તપાસણી અંગે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ ચાલી રહેલ કોરોના મહામારીના કારણે દિન પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિર સ્થિત કલામંદિર હોલ ખાતે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ અંક્લેશ્વર નોટિફાઇડ એરિયાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયાના નિલેશ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, જીઆઇડીસી વિસ્તારમાં રહેતા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ મેડિકલ ટીમને સહકાર આપી પોતાના આરોગ્યની ચકાસણી કરાવે તો કોરોનાને આપણે રોકી શકીશું, ત્યારે કેમ્પ દરમ્યાન હાજર ટીમ દ્વારા સ્થાનિકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં થર્મલ ગનથી લોકોનું સ્ક્રિનિંગ તેમજ કોરોનાનો ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો.

Tags:    

Similar News