અંકલેશ્વરઃ પબ્લિક સ્કૂલ ખાતે લોકશાહી ઢબે વિદ્યાર્થી પ્રતિનિધિઓની યોજાયી ચૂંટણી

Update: 2018-10-06 08:23 GMT

શાળામાં હેડ બોય અને હેડ ગર્લની ચૂંટણી થકી પસંદગી કરવામાં આવી

અંકલેશ્વરનાં ઉમરવાડા માર્ગ ઉપર આવેલી પબ્લિક સ્કૂલ ખાતે આજનોજ વિદ્યાર્થી પ્રતિનિધિઓ માટે ચૂંટણી યોજાયી હતી. બાળકોમાં લોકશાહી અંગે જાગૃતિ આવે અને મતદાન પ્રક્રિયાથી વાકેફ થાય તેવા હેતુ સાથે ચૂંટણી યોજવામાં આવી હતી. બાદમાં હેડ બોય અને હેડ ગર્લની પસંદગી કરવામાં આવી હતી.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="68014,68015,68016,68017,68018,68019,68020,68021,68022,68023,68024,68025,68026,68027,68028"]

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ શનિવારે વિદ્યાર્થીઓનાં હેડની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા યોજાયી હતી. લોકશાહી ઢબે યોજાયેલી આ ચૂંટણીમાં શાળાનાં વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. જેમાં હેડબોય તરીકે જુનૈદ શેખ અને હેડ ગર્લ તરીકે ફાતિયા ઈલિયાસ ચૂંટાઈ આવ્યા હતા. આ સમગ્ર લોકતાંત્રિક પ્રક્રિયાની સમજ શાળાનાં આચાર્ય શ્રદ્ધા પટેલ તેમજ સૂર્યલક્ષ્મી પિલ્લઈએ આપી હતી. હેડબોય અને હેડ ગર્લને ટ્રષ્ટીઓ તથા શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News