અરવલ્લી : ગણિતના પાઠ ઢીંગલી ભણાવશે, મોડાસાના શિક્ષકો દ્વારા ગણિત શીખવવા ઢીંગલી બનાવાઇ

Update: 2020-10-29 13:37 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટીંટોઇ ક્લસ્ટરના શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળાના પટાંગણમાં ગણિત શિખવતી 5 ફૂટ લાંબી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે.


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ક્લસ્ટર ના સી.આર.સી સંજયકુમાર અને પ્રાથમિક શાળા નં-3 ના ગણિતના શિક્ષિકા કિંજલ ચૌધરીના સંયુક્ત પ્રયાસથી શાળા પટાંગણમાં ગણિત શીખવતી પાંચ ફૂટ લાંબી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે. જેથી બાળકો હરતા ફરતા ગણિતના અધ્યયન નિયમિત શીખી શકે. જેમાં ધોરણ 1થી 8ના મહત્તમ ટોપિક શીખી શકાશે. શિક્ષિકા કિંજલ ચૌધરીએ નવતર પ્રયોગ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચી કેળવવા માટે અભિગમ અપનાવ્યો છે. જેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવાનો ઉદ્દેશ્ય છે. શાળાના મેદાનમાં ટીચર લર્નિંગ મટિરીયલ અંતર્ગત એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બાળકોને આર્કષવા માટે આ પ્રોજેક્ટને ઢીંગલીનો આકાર આપ્યો છે. જેથી બાળકો ઢીંગલી પાસે જઇ, જાતે જ ગણીતનું અધ્યયન કરી શકે. આવો જાણીએ શું છે આ ઢીંગલીની વિશેષતા.

ગમ્મત સાથે ગણીત શિખવવા ટીંટોઇના શિક્ષિકાએ બનાવી “ઢીંગલી”,

આ ઢીંગલી કલ્સટરના સી.આર.સી અને શિક્ષિકા એ પોતાની કોઠા સુઝ અને અનુભવ પરથી તૈયાર કરી છે. જે શાળામાં બાળકોને ગમ્મત, પ્રવૃતિ સાથે ક્રિયાત્મક રીતે સ્વાભ્યાસમાં ઉપયોગી નિવડશે તેવું તેમનું માનવું છે.

અઘરો લાગતો ગણિતનો વિષય બની શકે છે રસપ્રદ

સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગતો હોય છે, પરંતુ આવા પ્રયોગો થકી ગમ્મત સાથે ગણીત શિખવાડવામાં આવે તો ચોક્ક્સ થી બાળકોમાં અભિરૂચી કેળવી શકાય છે.

Tags:    

Similar News