ભરૂચ : અકસ્માત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાયવરનો જીવ હતો જોખમમાં, જુઓ કેવી રીતે બચ્યો જીવ

Update: 2020-10-13 11:32 GMT

ભરૂચ નર્મદા ચોકડી ઉપર આવેલા ઓવરબ્રિજ પર ડમ્પર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાયવર કેબિનમાં ફસાય ગયો હતો. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે ડ્રાયવરને કેબીનમાં જ સારવાર આપવાનું શરૂ કરી તેનો જીવ બચાવી લીધો હતો.

ભરૂચના નેશનલ હાઈવે 48 જૂના સરદાર બ્રિજ ઉપર પડેલા ખાડાઓ સહીતની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરાઈ રહી છે.જેથી સુરત તરફ જવા માટે માત્ર એક જ લાઈનનો માર્ગ ચાલુ હોવાથી બે દિવસથી 4 થી 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળે છે.જેના કારણે હજારો વાહન ચાલકો કલાકો સુધી લાંબી કતારોમાં અટવાઈ ગયા છે.ત્યારે ભરૂચની નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર રવિવારની રાત્રીના 12 વાગ્યાના અરસામાં સળિયા ભરેલી ટ્રકની પાછળ ડમ્પરના ચાલકે ધડાકા ભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ડમ્પરનો ચાલક કેબીનમાં ફસાઈ જતાં પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. કેબિનની અંદર ફસાયેલા ડમ્પરના ચાલકની હાલત અત્યંત ગંભીર હતી. તેને તાત્કાલિક ઇલાજ ન મળે તો વાત વણસે તેમ હતી. પાલિકાના લાશ્કરોએ 4 ક્રેનની મદદ મેળવી રેસ્ક્યુ કરીને 4 કલાકની ભારે જહેમત બાદ ડમ્પર ચાલકને બહાર કાઢ્યો હતો.

Tags:    

Similar News