ભરૂચ : ઈ-મેમોના અમલ સામે AHPનો વિરોધ, કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન પત્ર

Update: 2020-06-15 09:52 GMT

ભરૂચ શહેરમાં તા. 16મી જૂનથી વાહન ચાલકો માટે ઈ-મેમોના અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હાલમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ભરૂચમાં ઈ-મેમોના અમલને મોકૂફ રાખવા અને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાં મુક્તિની માંગણી સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા જીલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્રમાં જણાવાયું હતું કે, ભરૂચ એસ.પી. કચેરીમાંથી એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં 14 જેટલા ટ્રાફીક અંગેના કાયદાનું ઉલ્લંઘન કરનારને શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફોટા સાથે ઈ-મેમો ઘરે પહોંચાડી દંડનીય કાર્યવાહી કરનાર છે. જેના અનુસંધાને તાજેતરમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના સમયે ઈ-મેમોના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેથી ઈ-મેમોના નિર્ણયને હાલ પૂરતો મોકુફ રાખવા તેમજ શહેરી વિસ્તારમાં ટુ-વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અંગે મુક્તિ આપવા સહિત શહેરના તમામ માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવાની પણ માંગણી કરવામાં આવી છે.

Tags:    

Similar News