ભરૂચ: જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી, જુઓ શું યોજાયો કાર્યક્રમ

Update: 2021-02-03 07:56 GMT

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાના જન્મ દિવસની પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયાનો આજે 53મો જન્મ દિવસ છે ત્યારે તેઓના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મારૂતિસિંહ આટોદરિયા તેમના મિત્રો સાથે શહેરના જે.બી.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે પહોચ્યા હતા અને ત્યાં ગાય માતાનું પૂજન અર્ચન કરી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ કોરોના મહામારીમાંથી સૌને મુક્તિ મળે એ માટે પ્રાર્થાના પણ કરવામાં આવી હતી.

આ બાદ તેઓ કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘર ખાતે પહોચ્યા હતા અને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે સન્માનમાં મળે શાલનું વડીલોને દાન કરી તેઓ સાથે જ ભોજન પણ લીધું હતું .

Tags:    

Similar News