ભરૂચ : કોન્ટ્રાકટરે એસ્ટીમેટ મુજબ વાપરવું પડશે મટીરીયલ, જુઓ કોણ રાખશે નજર

Update: 2020-09-09 09:34 GMT

સમગ્ર રાજયમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તાઓ ધોવાય જતાં હોય છે ત્યારે ભરૂચમાં કોન્ટ્રાકટરો રસ્તા સહિતના વિકાસકામો એસ્ટીમેટમાં દર્શાવ્યાં મુજબ કામગીરી કરે છે કે નહિ તે જોવા દરેક વોર્ડમાં જાગૃત નાગરિકોની કમિટી બનાવવામાં આવશે.

ભરૂચ શહેરના મોટાભાગના રસ્તાઓ ઉબડખાબડ બની ગયાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. દર ચોમાસામાં રસ્તાઓ તુટી જતાં હોવાથી કોન્ટ્રાકટરે કરેલી કામગીરી સામે સવાલ ઉભો થવો સ્વાભાવિક છે. હાલમાં ભરૂચ નગરપાલિકાએ 200 જેટલા વિકાસ કામો મંજુર કર્યા છે અને તેનો એસ્ટીમેટ મેેળવ્યો છે. હવે કોન્ટ્રાકટર એસ્ટીમેટ મુજબ મટીરીયલ વાપરે છે કે નહિ, કામગીરી બરાબર થાય છે કે નહિ તે જોવા માટે જાગૃત નાગરિકો મેદાનમાં આવ્યાં છે. બિપિનભાઇ જગદીશવાલા નામના જાગૃત નાગરિકે જણાવ્યું છે કે, તેમની પાસે 200 એસ્ટીમેટની કોપી છે અને આ મુજબ કામગીરી થાય છે કે નહિ તે જોવા દરેક વોર્ડમાં પાંચ થી દસ જાગૃત નાગરિકોને ભેગા કરીને કમિટી બનાવવામાં આવશે જે તેમના વોર્ડમાં થતાં કામો પર નજર રાખશે. આમ જાગૃત નાગરિકોના પ્રયાસ બાદ ગમે તેવી કામગીરી કરી દેતાં કોન્ટ્રાકટરો ઉપર અંકુશ આવશે.

Tags:    

Similar News