ભરૂચ : કોરોનાના રોજના સરેરાશ 15 કેસ, હવે આપણી સલામતી આપણા હાથમાં

Update: 2020-07-05 11:29 GMT

ભરૂચ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક તબકકામાં પહોંચી ચુકયું છે. રોજના સરેરાશ 15 કેસ સામે આવી રહયાં છે ત્યારે નગરપાલિકા પ્રમુખે લોકોને જરુર વિના ઘરની બહાર નહિ નીકળવા માટે અપીલ કરી છે.

ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર શહેરની સાથે આસપાસના ગામો કોરોના વાયરસના હોટ સ્પોટ બની રહયાં છે. જિલ્લામાંથી રોજના સરેરાશ 15 પોઝીટીવ કેસ સામે આવી રહયાં હોવાના કારણે લોકોમાં ભય જરૂર છે પણ લોકો હજી તકેદારીના પુરતા પગલાં ભરી રહયાં નથી. સહેજ વાર માટે બહાર નીકળીશું તો થોડો કોરોના થઇ જવાનોની માનસિકતાને કારણે કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાય રહયું છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 300ને પાર કરી ચુકી છે. મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ફુલ થઇ ચુકી છે. આવા સંજોગોમાં આપણી સલામતી આપણે જ રાખવી પડશે. ખાસ કરીને ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું આવશ્યક છે. બીજી તરફ વહીવટીતંત્ર પણ નિયમોનું પાલન નહિ કરનારાઓ સામે કડક હાથે પગલાં ભરે તે જરુરી બની ગયું છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલાએ પણ લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર નહિ નીકળવા અપીલ કરી છે.

Tags:    

Similar News