ભરૂચ : ઝઘડીયાના ખરચીમાં 5 વર્ષ જુની ચૂંટણીની અદાવતે બે જુથ વચ્ચે મારામારી, બે ઝડપાયા

Update: 2020-10-10 12:09 GMT

ઝઘડીયા તાલુકાના ખરચી ગામે ગુરૂવારે પાંચ વર્ષ જુની ઝઘડાની અદાવત રાખી બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષોએ સામસામી ઝઘડીયા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.
ઝઘડીયા પોલીસ ખરચી ગામે પેટ્રોલીગ કરી બંને પક્ષના આરોપીને ઝડપી પાડયા હતા.
બે દિવસ પહેલા થયેલી મારામારીમાં મનીષાબેને ઝઘડીયા પોલીસ સ્ટેશને અજય સુખદેવ વસાવા, માણેક બેચર વસાવા, પ્રવિણ રમણ વસાવા, નરેશ રેશ્મા વસાવા, રવિ શરદ વસાવા તથા અન્ય બીજા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ખરચી ગામની મારામારીની બીજી ઘટનામાં ખરચી ગામે રહેતા પ્રવિણ સરોજ વસાવાએ ભરુચ એ ડિવિઝન પોલીસ મથકે વિજય મગન પટેલ, હાદિક પટેલ, હેમંત મગન પટેલ, નિલેશ રામજી વસાવા, પ્રેમ તથા ત્રણ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઝઘડીયા પોલીસ અગમચેતી લીધે ઝઘડીયા પોલીસના પી.આઈ. પી.એચ.વસાવાએ ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવી ખરચી ગામમાં પેટ્રોલીગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળતા પી.આઈ. પી.એચ. વસાવા ઝઘડીયા પોલીસે બે આરોપી પ્રવિણ રમણ વસાવા, રવિ શરદ વસાવાને ઝડપી પાડયાં હતા.

Tags:    

Similar News