ભરૂચ : સરકારની ગાઇડલાઇનથી બેકાર બન્યા ફરાસખાના સંચાલકો, ધંધો થયો ચોપટ

Update: 2020-09-07 10:40 GMT

કોરોના વાયરસના કારણે પ્રસંગોમાં માત્ર 100 લોકોને હાજર રહેવાની પરવાનગી હોવાથી ફરાસખાનાના વ્યવસાય સાથે સંકળાયેલાં લોકો બેકાર બની ગયાં છે અને તેમણે 400 લોકોને હાજર રહેવાની છુટ આપવામાં આવે તેવી માંગણી કરી છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે ઉધોગો, મોલ્સ અન્ય વેપાર-ધંધા અને દુકાનોને અનલોક-4 માં પણ અનેક છૂટછાટો અપાઈ છે પરંતુ છેલ્લા 6 મહિનાથી બેકારીમાં સપડાયેલા મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રિકલના વ્યવસાયને  અનલોક-4 માં પણ 100 વ્યક્તિની મર્યાદાને કારણે ફટકો પડયો છે.ભરૂચ જિલ્લા મંડપ હાયરર્સ અને ઇલેક્ટ્રિકલ એસોસિયેશને સોમવારે  જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે, છેલ્લા 6 મહિનાથી લગ્નો, ધાર્મિક, શુભ પ્રસંગો સહિત સામાજિક સહિતના મેળાવડા બંધ કરી દેવામાં આવ્યાં છે. જેના કારણે ફરાસખાનાના 100 વ્યાવસાયિકો અને તેની સાથે જોડાયેલા 2000 થી વધુ શ્રમિકોના પરિવારો બેકારી તેમજ આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યા છે. અનલોક 4 માં સરકારે 100 વ્યક્તિના મેળાવડાની છૂટ આપી છે પણ આટલી સંખ્યા માટે કોઈ કેટરર્સ ને હાયર કરી માંડવા બંધાવી રહયું નથી કે ખર્ચ કરી રહ્યું નથી. ઉધોગો, હોટલો અન્ય વેપાર ધંધા ને અપાયેલ છૂટ મુજબ ફરાસ ખાના ને પણ 400 વ્યક્તિની છૂટ અપાઈતેવી માંગણી કરવામાં આવી છે.

Tags:    

Similar News