ભરૂચ : જંબુસરની પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં બોઈલર બ્લાસ્ટ થતાં 1નું મોત, 7 ગંભીર

Update: 2020-01-06 07:33 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલી પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાં

અચાનક બોઈલર બ્લાસ્ટ થતાં ભારે દોડધામ મચી હતી. ઘટનામાં 8 જેટલા

કામદારોને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે જંબુસરની ખાનગી હોસ્પીટલમાં

ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન એક

કામદારનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, જંબુસરની પી.આઇ.

ઇન્ડસ્ટ્રીઝમાં સવારના સુમારે રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન અચાનક જ બોઈલરમાં

બ્લાસ્ટ થવાની ઘટના સર્જાઈ હતી. પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝમાં ધડાકાભેર બોઈલર બ્લાસ્ટ

થતાં કામ કરી રહેલા કામદારોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. બોઈલર બ્લાસ્ટ થવાની

ઘટનામાં 8 જેટલા કામદારોને ગંભીર ઇજાઓ પહોચી હતી, જેઓનો

તાત્કાલિક સારવાર અર્થે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં

તબીબી સારવાર દરમ્યાન એક કામદારનું મોત નીપજ્યું હતું.

જંબુસરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય 7 કામદારોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા છે, ત્યારે પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝમાં બોઈલર બ્લાસ્ટ થવાની ઘટના અંગે જંબુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News