ભરૂચ : ઉમધરા ગામની સિમમાં શેરડી કાપવા આવી હતી શ્રમિક યુવતી, જાણો પછી તેની કેવી બની ઘટના..!

Update: 2020-12-16 12:17 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપરડી નજીક ઉમધરા ગામના ખેતરમાં શેરડી કાપતી શ્રમિક મહીલાને ઝેરી સાપ કરડતાં તાત્કાલિક સારવાર અર્થે ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના ઉમધરા ગામની સિમમાં શેરડી કાપવા આવેલી એક 20 વર્ષીય શ્રમિક યુવતીને અચાનક ઝેરી સાપ કરડતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ તેને વધુ સારવાર અર્થે રાજપીપળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

Tags:    

Similar News