ભરૂચ જિલ્લામાં વિજિલન્સનો સપાટો : અંકલેશ્વરથી ૨૦ જુગારી સહિત રૂપિયા ૫૯૮૭૦ કબ્જે કર્યા

Update: 2019-01-12 06:07 GMT

ભરૂચ જિલ્લામાં અસંખ્ય દારૂ અને જુગારના નાના મોટા અડ્ડા ધમધમી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમની ઉપર લાલઆંખ કરતા હાલ પૂરતા એવા ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તે છતાં કેટલાક ઈસમો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી કોઈ નો ડર ના હોય તેવી વૃત્તિ રાખી હોય તેમ ચર્ચાઇ રહ્યું છે.

તા.૧૧મીના રોજ મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા આંકડાના જુગાર પર વિજિલન્સે અચાનક ચાપો મારી ત્યાં હારજીતનો જુગાર રમી રમાડતા ૨૦ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. વિજીલન્સ ટીમે તેમની પાસેથી ૧૦ મોબાઈલ,૨ વાહન તેમજ રૂપિયા ૧૩૬૦૦/- રોકડા મળી કુલ રૂપિયા ૫૯૮૭૦/- કબ્જે કરી ઝદપાયેલા તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિજીલન્સે અચાનક છાપો મારતા અન્ય જુગારધામ ચલાવતા તેમજ જુગાર રમનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.

ઉલ્લેખનીય એ છે કે અંકલેશ્વર ખાતે થી ઝડપાયેલા ૨૦ જુગારીઓમાં બે તો સગીરવયના છે. બહારની વિજિલન્સની ટિમે આવી રેડ કરીને જો દારૂ, જુગાર પકડી શકતી હોય તો શું સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હોય તેમ કહી શકાય કે પછી સ્થાનિક પોલીસની રહેમ નજરએ આવી પ્રવૃતિઓ ઘમઘમે છે.? એ વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી.

Tags:    

Similar News