ભરૂચ: કરણી સેના દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામનો કરાયો પ્રયાસ

Update: 2021-02-04 12:05 GMT

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ રાજ શેખાવતની અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં ભરૂચ કરણી સેના દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શણ કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

અમરેલીના સાવરકુંડલામાં રેલીના કાર્યક્રમમાં જય રહેલ કરણી સેનાના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ રાજ શેખાવતની અમદાવાદનાં સેટેલાઈટ પોલીસ દ્વારા તાજેતરમાં અટકાયત કરવામાં આવી હતી જેના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શનો યોજાઇ રહ્યા છે ત્યારે ભરૂચ કરણી સેના દ્વારા પણ વિરોધ પ્રદર્શણ યોજાયું હતું. કરણી સેનાના કાર્યકરો રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પહોચ્યા હતા અને ચકાજામનો પ્રયાસ કાર્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો અને વિરોધ પ્રદર્શણ કરી રહેલ કાર્યકરોની અટકાયત કરી હતી.

Tags:    

Similar News