ભરૂચ : રકતદાન એ મહાદાનની ઉકતિને સાર્થક કરતાં હેલ્પિંગ નિડીઝ ગૃપના સભ્યો

Update: 2021-03-14 11:52 GMT

રાજયમાં કોરોનાના કેસ વધી રહયાં છે ત્યારે લોહીની અછત ન ઉભી થાય તે માટે ભરૂચમાં હેલ્પિંગ નીડીઝ ગૃપ તરફથી રકતદાન શિબિર યોજવામાં આવી હતી.

ભરૂચના સેવાશ્રમ સંકુલ ખાતે  સેવાકીય કાર્યો કરતા કવિઠા ગામના જતીન મહંત, સોમાભાઈ તેમજ તેમના સાથીદારોના "હેલપિંગ નિડીઝ" ગૃપના ઉપક્રમે રકતદાન શિબિર યોજવામાં આવી હતી. રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે યોજાયેલી શિબિરમાં રક્તદાતાઓ એ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું. શિબિર દરમિયાન આશરે 40 બોટલ રકત એકત્રિત થયું હતું. કોરોનાકાળમાં લોહીની અછત ઉભી થઈ હતી તેમાં કઈંક અંશે રાહત મળે તેવો સંસ્થાનો આશય છે. આ પ્રસંગે રેડક્રોસ  બ્લડ બેન્કના ડાયરેક્ટર ડો.જે.જે. ખીલવાણીએ તમામ રકતદાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News