ભરૂચ: સફાઈ કામદારો અને શિક્ષકોએ મુકાવી કોરોના વેક્સિન, જુઓ શું કહ્યું અનુભવ અંગે

Update: 2021-02-08 07:18 GMT

ભરૂચમાં કોરોના વેક્સિનેશનના આજરોજ બીજા તબક્કામાં નાગર સેવા સદનના સફાઈ કામદારો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓએ રસી મુકાવી હતી.

સમગ્ર દેશ સહિત ગુજરાત અને ભરૂચ જીલ્લામાં કોરોના વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને તબક્કા પ્રમાણે રસી મૂકવામાં આવી રહી છે. ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતે આજરોજ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ નાગર સેવા સદનના સફાઈ કામદારો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓએ વેક્સિન મુકાવી હતી. કોવિ શિલ્ડ વેક્સિન મુકાવ્યા બાદ કર્મચારીઓને અડધો કલાક સુધી ઓબઝર્વેશન રૂમમાં બેસાડવામાં આવ્યા હતા જો કે કોઈને પણ રસીની આડ અસર થઈ ન હતી. વેક્સિન મુકાવનાર અધિકારીઓએ અને કર્મચારીઓએ કહ્યું હતું કે વેક્સિન સુરક્ષિત છે.

Tags:    

Similar News