ભરૂચ : સ્લમ વિસ્તારના બાળકો પાસે નથી મોબાઇલ, જુઓ કેવી રીતે મેળવે છે શિક્ષણ

Update: 2020-12-04 12:47 GMT

ભરૂચમાં ગરીબ વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ ફોન નહિ હોવાથી તેઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. આવા સંજોગોમાં ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે કેટલાક સેવાભાવી શિક્ષકો સ્લમ વિસ્તારોમાં બાળકોના ઘરે જઇ તેમને ભણાવી રહયાં છે…..

કોરોના વાયરસના કહેરના કારણે માર્ચ મહિનાથી શિક્ષણકાર્ય પ્રભાવિત થયું છે. છાત્રોનું શિક્ષણ ન બગડે તેના માટે મોબાઇલ ફોનના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ અપાઇ રહયું છે પણ ગરીબ વિદ્યાર્થીઓ કે જેમની પાસે મોબાઇલ ફોન નથી તેઓ ઓનલાઇન શિક્ષણ કેવી રીતે મેળવે તે એક સવાલ છે. આ સમસ્યાનો હલ કેટલાક સેવાભાવી શિક્ષકોએ શોધી કાઢયો છે. બાળકોનું ભાવિ અંધકારમય ન બની જાય તે માટે આ શિક્ષકો સ્લમ વિસ્તારોમાં જઇ બાળકોને શિક્ષણ આપી રહયાં છે. ગરીબ લોકોને એક ટંંક ખાવાના ફાફા પડતાં હોય ત્યારે મોબાઇલ ફોન ખરીદવો તેમના માટે એક સ્વપન સમાન છે. સ્લમ વિસ્તારોમાં જઇ બાળકોને ભણાવી રહેલાં આ શિક્ષકો ખરેખર સલામ અને સન્માનને પાત્ર છે…

Tags:    

Similar News