ભરૂચ : જિલ્લા પંચાયતની છેલ્લી ખાસ સામાન્ય સભા મળી, જુઓ શું થઇ કામગીરી

Update: 2020-09-22 09:59 GMT

કોંગ્રેસ અને બીટીપી શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની છેલ્લી ખાસ સામાન્ય સભા મંગળવારના રોજ મળી હતી. જેમાં ભરૂચ જિલ્લામાંથી રાઇટ ટુ એજયુકેશન હેઠળ રીજેકટ કરવામાં આવેલી 1,500 જેટલી અરજીઓ પર સરકાર પુન : વિચાર કરે તે માટે ઠરાવ કરવામાં આવ્યો છે.

રાજયમાં ડીસેમ્બર માસમાં મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પાંચ વર્ષની ટર્મ પુર્ણ થવા જઇ રહી છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનની સત્તા છે. કોરોના વાયરસની ગાઇડલાઇનનું પાલન કરીને મંગળવારના રોજ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયારની અધ્યક્ષતામાં મળેલી ખાસ સામાન્ય સભામાં ભરૂચ જિલ્લામાંથી રાઇટ ટુ એજયુકેશન હેઠળ રીજેકટ કરવામાં આવેલી 1,500 જેટલી અરજીઓ પર સરકાર પુન : વિચાર કરે તે માટે ઠરાવ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશન હેઠળ 3 હજાર જેટલી જગ્યાઓ માટે 5 હજાર જેટલી અરજીઓ આવી છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગતે જણાવ્યું હતું કે, ગામડાનો વિદ્યાર્થી પર શિક્ષણ મેળવી શકે તે માટે રીજેકટ થયેલી અરજીઓ પર પુન: વિચાર કરવા માટે રાજય સરકારમાં ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ 13 જેટલા ઠરાવો ઉપર ચર્ચા વિચારણા કરી મંજુર કરાયાં છે. ભરૂચ જિલ્લા પંચાયતની આ છેલ્લી ખાસ સામાન્ય સભા હતી. આ ઉપરાંત બે સમિતિની મુદ્દત પુરી થતાં નવી સમિતિની રચના કરાય છે. 

Tags:    

Similar News