ભરૂચ : ગુજરાતની ધરતી પરથી અસદુદ્દીન ઓવૈસીનો હુંકાર, ગુજરાત મોદી- શાહનું નહિ પણ ગાંધીજીનું

Update: 2021-02-07 13:08 GMT

ભરૂચની મનુબર ચોકડી ખાતે રવિવારના રોજ AIMIM અને BTPનું સંયુક્ત સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં એઆઇએમઆઇએમના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે ગુજરાતની ધરતી પરથી હુંકાર કર્યો હતો કે ગુજરાત મોદી અને શાહનું નહિ પણ ગાંધીજીનું ગુજરાત છે...

ભરૂચ ખાતે આયોજીત જાહેરસભા પહેલાં બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા, સંયોજક છોટુભાઇ વસાવા, એઆઇએમઆઇઆઇના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સહિત ઈમ્તિયાઝ ઝલીલ, શાબિર કાબલીવાલા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. અસદુદ્દીન ઓવૈસીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, આજે અમે વિકલ્પ લઈને આવ્યા છે. આદિવાસી ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ બહેનોને અપીલ કરું છે તમે આ વિકલ્પ પસંદ કરો. અમારો હેતુ ચૂંટણી જીતવાનો નથી, લોકોને હક આપવાનો છે. વધુમાં તેમણે ભાજપ અને કોંગ્રેસને મામા અને ભાણેજની પાર્ટી ગણાવી હતી અને કહયું હતું કે, તુ મેરી પીઠ ખુજા મે તેરી પીઠ ખુંજાતા હું.... વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના જે લોકો ચુંટાયને વિધાનસભા અને લોકસભા કે અન્ય સંસ્થામાં જાય છે તે બહેરા, મુંગા અને આંધળા બની જાય છે. ભાજપની સરકારે આદિવાસીઓની જમીન છીનવી લીધી છે અને સૌના સાથ સૌના વિકાસની વાત કરે છે. ભાજપની બી ટીમ વિશે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના 15થી વધારે ધારાસભ્યો ભાજપમાં ભાગી ગયાં છે તો શું તેઓ મને કે છોટુભાઇ વસાવાને પુછીને ગયાં હતાં. તેમણે ગુજરાતની ધરતી પરથી જણાવ્યું હતું કે, લોકો કહે છે ગુજરાત મોદી અને શાહનું છે પણ હું કહું છું ગુજરાત મહાત્મા ગાંધીજીનું છે. ગુજરાતમાં આવવા અંગે તેમણે કહયું હતું કે, હું ભારત દેશનો નાગરિક છું અને ગમે ત્યાં જઇ શકું છું. ગુજરાતથી શરૂઆત કરી છે, હજુ તો ચાલવાનું શરૂ નથી કર્યું ત્યાં દુશ્મન કાંપવા લાગ્યો છે. વધુમાં તેમણે કિસાન આંદોલન, શિડયુઅલ - 5નો અમલ, ગુજરાતમાં લાગુ કરવામાં આવેલો અશાંતધારો, ઇકો સેન્સીટીવ ઝોન સહિતના સળગતા મુદ્દાઓ પર પોતાના વિચારો બેબાક રીતે રજુ કર્યા હતાં.

Tags:    

Similar News