ભરૂચ : મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રસ્તાની વચ્ચે બનાવ્યો ચુલો, જુઓ કેમ આવું કરવું પડયું

Update: 2020-12-31 13:04 GMT

રાજયમાં રાંધણગેસ તથા ખાદ્યતેલના ભાવોમાં થયેલા વધારાના વિરોધમાં ભરૂચમાં મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રસ્તાની વચ્ચે ચુલો બનાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો.

ભાજપે 2014માં મોંઘવારી ઘટાડવા સહિતના વાયદાઓ કરી સત્તા મેળવી હતી પણ હવે મોંઘવારીએ માઝા મુકતાં ગરીબ અને મધ્યમવર્ગ કફોડી હાલતમાં મુકાય ગયો છે. રાંધણગેસ તથા ખાદ્યતેલના ભાવ કુદકેને ભુસકે વધી રહયાં છે. જીવન જરૂરીયાતની વસ્તુ ગણાતાં ગેસ તેમજ તેલના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં મહિલા કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે.

ભરૂચ શહેરના જયોતિનગર રોડ પર મહિલા કોંગ્રેસની આગેવાનો અને કાર્યકરોએ એકત્ર થઇ રસ્તાની વચ્ચે ચુલો બનાવ્યો હતો. તેમણે ભાજપ તથા કેન્દ્ર સરકારની હાય બોલાવી હતી. સરકારની નિષ્ફળતાના કારણે મહિલાઓને ફરી ચુલો સળગાવવો પડે તેવી નોબત આવી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

Tags:    

Similar News