ભરૂચ: ઘાયલ પક્ષીઓને મળ્યું નવજીવન,જુઓ કોણે ફેલાવી સેવાની સુવાસ..

Update: 2021-01-14 08:16 GMT

આજે ભરુચ અંકલેશ્વરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓ માટે રાજી સરકારના કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન વિભાગ અને સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઠેર ઠેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા.

ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની આપણી મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. આકાશમાં વિહરતા પક્ષીઑ પતંગની ધારદાર દોરીથી ઘવાઈ નીચે પડતાં હોય છે અને સરવારના અભાવે તેમનું મોત નીપજતું હોય છે ત્યારે રાજય સરકાર દ્વારા પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે જે અંતર્ગત ભરુચ જિલ્લા પશુપાલન વિભાગ અને સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરુચ અને અંકલેશ્વરમાં સારવાર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ભરૂચમાં લલ્લુભાઈ ચકલા અને ઝાડેશ્વર વિસ્તારમાં બે સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જ્યાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી અને પક્ષીઓને નવ જીવન આપવામાં આવ્યું હતું. હાલ રાજ્યમાં બર્ડફ્લૂનો વાવર ચાલી રહ્યો છે ત્યારે માસ્ક,હેન્ડ ગ્લોઝ સહિતની તકેદારી રાખવામા આવી હતી

Tags:    

Similar News