ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન ખાતે “યોગા ડે”ની ઉજવણી કરાઇ, સોશિયલ ડિસ્ટન્સનું કરાયું પાલન

Update: 2020-06-20 11:39 GMT

ભારત સરકારની ગાઈડલાઇન મુજબ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે “યોગા ડે”ની ઉજવણી અંતર્ગત “માય લાઈફ માય યોગા”, “સ્કીલ્સ ફોર યોગા”ની ઉજવણી કરવામાં આવી હતી.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકારના સક્ષમ અધિકારી ગરીમા મિશ્રા દ્વારા મળેલ સૂચના અને કોવિડ-19 સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સીંગ ગાઈડલાઇન્સ મુજબ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રિસોર્સ પર્શન અને લાભાર્થીઓ તથા સ્ટાફ ગણ દ્વારા આંતરરાષ્ટ્રીય છઠ્ઠા યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી.

હાલની કોરોના વાયરસની સંક્રમતાને ધ્યાનમાં રાખી MHFWની ગાઈડલાઇન્સ મુજબ માસ્ક અને સેનેટાઇઝેશન સ્વચ્છતાના અને ફિઝિકલ ડિસ્ટન્સ જેવા પરિબળોને ધ્યાને રાખી તેનું ચુસ્તપણે પાલન કરી આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના નિયામકની સૂચના અને માર્ગદર્શન હેઠળ રિસોર્સ પર્સન ગીતા સોલંકી, ક્રિષ્ના કઠોલીયા, હેતલ પટેલ, શીતલ ભરૂચા, ઝેડ.એમ.શેખ, જે.એસ.કાગઝી દ્વારા યોગા દિવસની મહત્વતા સમજાવવામાં આવી હતી.

આ પ્રસંગે નહેરુ યુવા કેન્દ્ર સંસ્થાના દિગ્વિજયસિંહ ઝાલા, કિંજલ ઝાલા તથા જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝયનુલ સૈયદ દ્વારા લોકોના સારા સ્વાસ્થ્ય અને દીર્ધ આયુષ્ય માટે યોગા જીવનમાં અનિવાર્ય છે, તેની ગહન ચર્ચા કરી ઉપસ્થિત તમામને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Tags:    

Similar News