ભરૂચ : નડિયાદના રહીશોએ કાઢી જીવંત વ્યક્તિની નનામી, કારણ જાણી તમે ચોકી જશો

Update: 2020-01-09 11:07 GMT

જંબુસર તાલુકાના નડીયાદ ગામમાં જમીન બાબતે ચાલી રહેલા વિવાદમાં

તંત્ર તરફથી કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતાં રોષે ભરાયેલા઼ લોકોએ જીવતા માણસની

નનામી કાઢી ભરૂચની કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં.



આપ જે દ્રશ્યો જોઇ

રહયાં છો તે જોતા લાગે છે કે કોઇ વ્યકતિનું મૃત્યુ થયું છે અને તેની નનામી

કાઢવામાં આવી છે. પણ વાસ્તવિકતા કઇ અલગ જ છે. નનામી અને તેની સાથે દેખાઇ રહેલાં

લોકો જંબુસર તાલુકાના નડિયાદ ગામના રહેવાસીઓ છે. ગામના સરપંચ અને તેના પુત્ર તથા

માજી સરપંચ સામે રાઠોડ સહિતના સમાજના લોકોમાં રોષ જોવા મળી રહયો છે. ત્રણેય લોકો

પર  ગામના વિકાસ કામોમાં અડચણ ઉભી કરવાની સાથે જમીનો પચાવી પાડવા સહિતના

ગંભીર આક્ષેપો લોકો કરી રહયાં છે. તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી

કરવામાં નહિ આવતાં લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગામલોકો જીવતા માણસની

નનામી કાઢી ભરૂચની કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં અને તેમણે તંત્રના છાજીયા લીધાં

હતાં.

Tags:    

Similar News