ભરૂચ: ઝઘડીયાના મોટા વાસણા ગામેથી દીપડો પાંજરે પુરાયો,લોકોએ લીધો રાહતનો શ્વાસ

ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામેથી કદાવર દિપડાને ઝડપી પાડવામાં ઝઘડીયા વનવિભાગને સફળતા મળી છે.

Update: 2021-12-08 11:42 GMT

ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામેથી કદાવર દિપડાને ઝડપી પાડવામાં ઝઘડીયા વનવિભાગને સફળતા મળી છે. ઝઘડીયાના મોટા વાસણા ગામે દિપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે

મોટા વાસણા ગામમાં દિપડાની હાજરી જણાતી હોય વનવિભાગને માહિતી આપી હતી વનવિભાગના આર.એફ.ઓ. તેમજ તેઓની ટિમ દ્વારા સ્થાનિકોની મદદથી દિપડાને ઝડપી પાડવા બે દિવસ પહેલા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતુ અને સ્થાનિકો તેમજ વનવિભાગની ટીમે રાત્રિ દરમિયાન વોચ ગોઠવી હતી આ દરમિયાન ગત રાત્રીના રોજ 9:30 વાગ્યે કદાવર દિપડો પાંજરે પુરાયો હતો વનવિભાગ દ્રારા ઝઘડીયાની કચેરી ખાતે દિપડાને પહોચાડી તેના શરીરમાં માઇક્રોચીપ બેસાડી ખોરાક પાણી મળી રહે તેવા વન્ય વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત હાથધરી છે. દિપડાની અંદાજે 5 વર્ષની ઉમર અને 40 કીલો વજન હોવાનુ અનુમાન લગાવાય રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારોમાં શેરડીના ખેતરોમાં દિપડાઓ વસવાટ કરતા હોય છે અને શેરડી કટીંગની સીઝન દરમિયાન દિપડાઓ સહ પરિવાર અન્ય આશ્રયસ્થાનોની શોધમાં ગ્રામીણ વિસ્તારોમાં પહોચી જતા હોય છે

Tags:    

Similar News