અંક્લેશ્વર : GIDC બસ ડેપોમાંથી મળી આવેલ બાળકનું તેના પિતા સાથે સુખદ મિલન કરાવતી બી’ ડિવિઝન પોલીસ

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે GIDC બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

Update: 2024-03-17 11:56 GMT

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે GIDC બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્યમાં ગુમ થનાર સગીર વયના બાળકોને શોધી કાઢવા માટે વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી’ ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.કે.ભુતીયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંક્લેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં આવતા એક બાળક આજુબાજુ ફરતો હોવા સાથે મુંજવણમાં હોવાનું જણાતા પોલીસે તેને પોલીસ મથક ખાતે લઈ આવી ચાઈલ્ડ વેલ્ફેર ઓફીસર દ્વારા પૂછપરછ કરતા સગીર વયનો બાળક તેના ગામના ખેતારામ સાથે સુરતના કીમ ખાતે આવ્યો હતો, અને ત્યાંથી કોઈને કહ્યા વીના કીમથી અંડલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે આવી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેતા તેના પિતાનો સંપર્ક કરી અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકે બોલાવી સગીર વયના બાળકનું તેના પિતા સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

Tags:    

Similar News