અંકલેશ્વર : ક્રાઇમ બ્રાન્ચે GIDCમાંથી વેલ્ડિંગ મશીન સહિતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી

ક્રાઇમ બ્રાંચ દ્વારા 16 નંગ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન સહિત 2,72,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી

Update: 2023-05-15 12:57 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ મશીન સહિતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ દ્વારા ઠેરઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરી શંકાસ્પદ લાગતી પ્રવૃતિઓ પર પોલીસની બાઝ નજર રહી છે..

ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન બાતમીના આધારે રીગલ એપાર્ટમેન્ટ ખાતે શટરવાળી દુકાનમાં વેલ્ડિંગ મશીનનો શંકાસ્પદ મુદ્દામાલ સંતાડ્યો હોવાનું સામે આવ્યું હતું, જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા 16 નંગ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન સહિત 2,72,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News