અંકલેશ્વર: ફુલબજારમાં ફૂલ તો ખીલ્યા પણ ભાવ સાંભળી ચહેરા મુરઝાઈ જશે

Update: 2022-10-05 05:22 GMT

આજે વિજયા દશમીના પર્વની ઉજવણી

અંકલેશ્વરના માર્કેટમાં ફુલના ભાવમાં વધારો

ફુલના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો

આજરોજ વિજયાદશમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે અંકલેશ્વરના ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

અંકલેશ્વરમાં નવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના પર્વ દરમ્યાન ફૂલનો ઉપયોગ વધુ રહેતો હોય છે એમાં પણ આજરોજ વિજયા દશમીનું પર્વ છે ત્યારે ફુલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અંકલેશ્વરના ફૂલ માર્કેટની વાત કરીએ તો ફુલના ભાવમાં 50થી 60 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પહેલા 50 રૂ.કિલો વેચાતા ગલગોટાના ફૂલ હાલ 80થી 100રૂપિયે કિલો વેચાય રહ્યા છે તો સફેદ ફૂલનો આજનો ભાવ 900 રૂપિયે કિલો રહ્યો હતો. દશેરાના દિવસે ભક્તો ભગવાનને ફૂલહાર અર્પણ કરી આરાધના કરતા હોય છે પરંતુ ફુલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વધુ વરસાદ પડતા ફુલનો મોટાભાગનો પાક નષ્ટ થઈ ગયો છે.બજારોમાં ફૂલની માંગ વધુ છે પરંતુ આવક ઓછી થતા ફુલના ભાવમાં વધારો થયો છે

Tags:    

Similar News