અંકલેશ્વર : પાનોલી GIDCમાં પ્લાસ્ટિક ભરેલા ગોડાઉનમાં ફાટી નીકળી આગ, કોઈ જાનહાની નહીં..!

આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ અંકલેશ્વર અને પાનોલી ફાયર ફાયટરોને આગની જાણ કરવામાં આવી હતી..

Update: 2023-03-21 09:29 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ એક ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલા પ્લાસ્ટિક ભરેલા ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ અંકલેશ્વર અને પાનોલી ફાયર ફાયટરોને કરવામાં આવતાં તેઓ ફાયર ટેન્ડરો સાથે તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગના કારણે ગોડાઉન માલિકને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags:    

Similar News