અંકલેશ્વર : નવા દીવા ગામના બંધ મકાનમાંથી રૂ. 1.52 લાખના દાગીનાની ચોરી, નોંધાય પોલીસ ફરિયાદ...

Update: 2023-03-19 14:52 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા દીવા ગામે પરિવાર સાથે સાસરી પક્ષે લગ્નમાં ગયેલા ઇલેક્ટ્રિશિયનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.52 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નવા દીવા ગામ ખાતે નવી વસાહતમાં રહેતા શૈલેષ વસાવા થર્મેક્ષ કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તા. 17 માર્ચે તેઓની ફોઇ સાસુની દીકરીના લગ્ન હોય જેથી પત્ની અને પુત્ર સાથે માંગરોળ તાલુકાના ઉમેલાવ ગામે ગયા હતા, જ્યાથી પ્રસંગ પતાવી પોતાની સાસરી ગડકાવમાં ગયા હતા. તેઓને તા. 18 માર્ચે કંપનીમાં સેકન્ડ શિફ્ટ હોવાથી બાઇક લઈ સવારે એકલા નવા દીવા ગામે ઘરે પરત આવી ગયા હતા. ઘરે આવતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતાં જ તેઓને મકાનમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. મકાનમાં જઈને જોતાં તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. બેડરૂમમાં લાકડાં અને લોખંડની તિજોરી તોડી તસ્કરો લોકરમાંથી સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે શૈલેષ વસાવાએ અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે પોતાના ઘરે ત્રાટકેલા તસ્કરોએ સોનાની 2 ચેઇન, સોનાનું ઝુમર અને ચાંદીના 200 ગ્રામના સાકળા મળી કુલ રૂપિયા 1.52 લાખના મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે, ત્યારે હાલ તો પોલીસે ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News