અંકલેશ્વર: પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં લક્ષ્મીપૂજા-શારદા પૂજનનો કાર્યક્રમ યોજાયો,વિધિવિધાન સાથે મહાલક્ષ્મી માતાની આરાધના

અંકલેશ્વરના પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજા,શારદા પૂજન અને મહાલક્ષ્મી માતાની આરાધના કરવામાં આવી હતી

Update: 2023-11-13 07:02 GMT

અંકલેશ્વરના પ્રોલાઈફ ગૃપ ઓફ કંપનીઝમાં પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજા,શારદા પૂજન અને મહાલક્ષ્મી માતાની આરાધના કરવામાં આવી હતી

આસ્થા, ઉમંગ, આજના વ્યસ્ત જીવનમાં પરિવારના સદસ્યો-મિત્રો સાથે ગોષ્ઠી કરવાનો અવસર, સ્વાદનો શંભુમેળો આ તમામ લાક્ષણિક્તા જેનામાં છે તેવું પર્વ દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના પ્રોલાઈફ ગ્રૂપ ઓફ કંપનીઝ દ્વારા અંકલેશ્વર પાનોલી,પાનોલી,વડોદરા અને અમદાવાદ ખાતે ગ્રૂપની દરેક વ્યવસ્થા ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાનોલી પ્રો લાઈફ ઇન્દ્રસ્ટીઝ ખાતે કંપનીના ડિરેક્ટર સિધ્ધાર્થ રઘુવંશી અને પેરાડાઈઝ કંપનીના ફાઉન્ડર યુસિકા જોલી દ્વારા લક્ષ્મી પૂજન તથા શારદા પૂજન કરવામાં આવ્યું હતું. કંપનીના ટેકનિકલ ડિરેક્ટર વી.કે.પટેલ તથા અન્ય કર્મચારીઓને દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી.

ત્યાર બાદ પ્રો લાઈફ બાયો કેમિકલ કંપની ખાતે સમગ્ર ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલી તથા તેમના ધર્મપત્નિ સાક્ષી જોલી સાથે લક્ષ્મીપૂજન અને શારદા પૂજન આસ્થા પૂર્વક કરવામાં આવ્યુ હતુ.પૂજન બાદ તમામ ડિરેક્ટરશ્રીઓએ કંપનીના સ્થાપક સ્વર્ગીય એમ.એસ.જોલીના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યાર બાદ તેમના ધર્મપત્નિ અરુણીત કૌર જોલી તમામ યુવા ટીમને ઉલ્લાસભેર આગળ વધવાની અને સ્વર્ગીય એમ.એસ.જોલી સરના સિધ્ધાંતો પર આગળ વધવાની સલાહ આપી હતી.

ઓદ્યોગીક એકમો બાદ પ્રોલાઈફ ગૃપના સાહસ એવા પ્રોલાઈફ કોમ્યુનિકેશનની અંકલેશ્વર ઓફિસ ખાતે પણ લક્ષ્મીપૂજનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના દિપક ચૌહાણ ધર્મપત્નિ અનીતા ચૌહાણ સાથે સૌ સ્ટાફમિત્રોની હાજરીમાં પ્રથમ ગણેશ ઉપાસના ત્યાર બાદ લક્ષ્મીપુજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગ્રૂપના અન્ય ડિરેક્ટર ગુપ્તાજી,પ્રોલાઈફ ફાઉન્ડેશનના યોગેશ પારિક અને ડો.ખુશ્બુ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News