અંકલેશ્વર: ભારે પવનના કારણે માંડવા ગામ નજીક જીવંત વીજ તાર તૂટી પડ્યો, કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત

હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં વાવાઝોડાને પગલે જીવંત વીજ વાયર કામદાર પર તૂટી પડતા તેનું વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું.

Update: 2023-05-30 11:28 GMT

અંકલેશ્વરના માંડવા ગામ પાસે આવેલ હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં વાવાઝોડાને પગલે જીવંત વીજ વાયર કામદાર પર તૂટી પડતા તેનું વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું.

મૂળ પાટણ અને હાલ અંકલેશ્વરના માંડવા ગામ પાસે આવેલ હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં પડાવ પાડી રહેતા રાજેશ રમેશ ફૂલવાડી અને તેઓના સગા ભાઈ ૨૧ વર્ષીય નરેશ રમેશ ફૂલવાડી છેલ્લા ત્રણ દિવસથી નેશનલ હાઈવે ઉપર ડિવાઈડરના કલર કામની મજુરી માટે આવ્યા હતા જેઓનો ભાઈ ગતરોજ સાંજે કલર કામ કરી પોતાના પડાવ ઉપર આવ્યો હતો તે દરમિયાન સુસવાટા ભેર ફુંકાતા વાવાઝોડાને પગલે ત્યાંથી પસાર થતી જીવંત વીજ લાઈન ઉપરથી તાર તૂટી પડી નરેશ ફૂલવાડી ઉપર પડતા તેને જોરદાર વીજ કરંટ લાગતા તેના ભાઈએ તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News