અંકલેશ્વર : ગડખોલ ગામ નજીકથી રૂ. 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 જુગારીઓની ધરપકડ...

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરના ગડખોલ ગામ નજીકથી જુગાર રમતા 3 જુગારીઓની મુદ્દામાલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2022-02-25 09:46 GMT

ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરના ગડખોલ ગામ નજીકથી જુગાર રમતા 3 જુગારીઓની મુદ્દામાલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ગડખોલ ગામ વિસ્તારમાં આવેલ મીઠા ફેક્ટરીની પાછળ ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ જુગાર રમતા હતા, ત્યારે બાતમીના આધારે ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં 3 જેટલા જુગારીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 3 આરોપી સહિત રોકડ રકમ, મોબાઈલ, મોટરસાઇકલ સહિત રૂપિયા 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ તો પોલીસે 3 જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ વધુ તપાસ આરંભી છે.

Tags:    

Similar News